મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતના પગલે વિમેદારને રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ ટંકારાના બંગાવડી ગામે મહિલા અને તેના પતિ, સંતાનો અને સાસુને કૌટુંબીક જેઠ-જેઠાણીએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે મહિલા અને તેના પતિ, સંતાનો અને સાસુને કૌટુંબીક જેઠ-જેઠાણીએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE











ટંકારાના બંગાવડી ગામે મહિલા અને તેના પતિ, સંતાનો અને સાસુને કૌટુંબીક જેઠ-જેઠાણીએ આપી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના બંગાવડી ગામે રહેતી મહિલાના કૌટુંબીક જેઠ અને જેઠાણી દ્વારા તેઓના ઘરે આવીને મારે મારી બહેન સાથે વ્યવહાર ન હોય તમે તેને તમારા ઘરે કેમ તેડાવો છો તેવું કહીને મહિલા અને તેના પતિ તથા સંતાનો અને સાસુને ગાળો આપી હતી અને હવે તમે તમારા દીકરા દીકરીના લગ્ન કેમ કરો છો તે હું જોઉં છું તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રફુલભાઈ દેત્રોજા (45)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરેશભાઈ પરસોતમભાઈ દેત્રોજા તથા મુક્તાબેન હરેશભાઈ દેત્રોજા રહે. બંને બંગાવડી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના પતિ બને ખેતરે કામ કરતા હતા ત્યારે તેની દીકરી કીર્તિ તથા સાસુ કાંતાબેન બંને ઘરે હાજર હતા અને સાંજના 5:30 વાગ્યાના અરસામાં કીર્તિનો ફોન ફરિયાદીને આવ્યો હતો અને કહ્યું હતું કે અદા હરેશભાઈ તથા ભાભુ મુક્તાબેન ઘરે આવ્યા છે અને જેમ ફાવે તેમ ગાળો બોલી રહ્યા છે જેથી ફરિયાદી અને તેના પતિ બંને ખેતરેથી ઘરે આવ્યા હતા ત્યારે ફરિયાદીના જેઠ હરેશભાઈ અને જેઠાણી મુક્તાબેન દ્વારા તેઓના ઘર પાસે તેમને ગાળો આપી હતી અને કહ્યું હતું કે મારે મારા બેન સાથે વ્યવહાર નથી તો તમે કેમ મારા બહેનને તમારા ઘરે તેડાવો છો ? અને હવે તમારા દીકરા દીકરીના લગ્ન તમે કેમ કરો છો ? હું જોઈ લઉં છું તેવી ધમકી આપી હતી.

જેથી ફરિયાદીના પતિ હરેશભાઈના પિતા પરસોત્તમભાઈને ત્યાં બોલાવી લાવતા હરેશભાઈ અને મુક્તાબેન બંને ત્યાંથી જતા રહ્યા હતા જોકે જતા જતા કહ્યું હતું કે હવે મારા બહેન તમારા આંગણે આવશે તો હું તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા તેઓના કૌટુંબિક દિયર જીગ્નેશભાઈ દેત્રોજાને સાથે રાખીને હરેશભાઈ અને મુકતાબેન સાથે ઘર મેળે સમાધાન કરવા માટે સમજાવવા ગયા હતા અને ત્યારે સમાધાનની ના પાડીને તેઓને ગાળો આપી હતી અને બંગાવડી ગામે ફરિયાદીની જમીન બાબતનું મનદુખ રાખીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મારામારીમાં ઇજા

મોરબીમાં સામાકાંઠે રામ કૃષ્ણનગરમાં રહેતા મોહિત વિનોદભાઈ યાદવ (30) તથા સંદીપ અશોકભાઈ યાદવ (32) નામના બે યુવાનોને ઉમા ટાઉનશિપ પાસે થયેલ મારામારીના બનાવમાં માથામાં ઇજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં વિદ્યુતનગર નજીક રહેતા સંજીવકુમાર શ્યામબાબુ નામના વ્યક્તિને સર્કિટ હાઉસ સામેના ભાગમાં ઘર પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માર મારવામાં આવતા ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા જગમાલ મધુભાઈ અદગામા (64) નામના વ્યક્તિને ઘરે મારામારીના બનાવમાં માથા, ખભા અને પીઠના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News