મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતના પગલે વિમેદારને રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ ટંકારાના બંગાવડી ગામે મહિલા અને તેના પતિ, સંતાનો અને સાસુને કૌટુંબીક જેઠ-જેઠાણીએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન


SHARE











પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન

પત્રકારત્વની સાથે સાથે સામાજિક લેવલે પણ પોતાની જવાબદારી સમજનાર પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ આયોજનમાં ધોરણ ૬, ૭ અને ૮ (પ્રાથમિક) તેમજ ધોરણ ૯ અને ૧૦(માધ્યમિક) માં અભ્યાસ કરતા બાળકો ભાગ લઈ શકશે.આયોજનનો મુખ્ય હેતુ મોરબી મહાનગરપાલિકા જ્યારે એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે.

ત્યારે આવનાર સમયમાં મોરબીનું ભવિષ્ય જેમના હાથોમાં છે.તેવા બાળકો કઈ પ્રકારનું મોરબી ઇચ્છી રહ્યા છે તેને ઉજાગર કરવાનો છે.આ વકૃત્વ સ્પર્ધાનો વિષય છે "મારા સપનાનું મોરબી" જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે તદુપરાંત પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકને પ્રમાણપત્ર સાથે શિલ્ડ અને ઇનામ પણ આપવામાં આવશે.મોરબી શહેરના ધોરણ ૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ આ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ શકશે જેના માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.નોંધણી માટે આપેલ લીંક ઉપર ક્લિક કરી વિગત ભરી શકાશે. https://forms.gle/nWWgXo9mufUaRtqg9

આ વકૃત્વ સ્પર્ધા આગામી તા.૨૮ ડિસેમ્બરના રોજ સવારે  કલાકે સરદારબાગ, શાનાળા રોડ મોરબી ખાતે યોજાશે.






Latest News