મોરબીમાં સુશાસન સપ્તાહ' અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઔર વર્કશોપ યોજાયો
મોરબી: રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન
SHARE
મોરબી: રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન
એરિયા એકાઉન્ટ્સ ઓફિસ (દક્ષિણ કમાન) અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે
ક્ષેત્રીય લેખા કાર્યાલય (દક્ષિણ કમાન) અમદાવાદ તથા સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટ તત્વાધાન હેઠળ તા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ અને ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ છત્રપતિ શિવાજી ઑડિટોરિયમ, અમદાવાદ કેન્ટ ખાતે સ્પર્શ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન સવારે ૦૯:૩૦ વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે જીવન પ્રમાણ (લાઈફ સર્ટિફિકેટ), ઓળખાણ, ફરિયાદ નિવારણ તેમજ સ્પર્શ પેન્શન સંબંધિત અન્ય સેવાઓનું સ્પર્શ પોર્ટલ પર કાર્ય કરવામાં આવશે. પેન્શનર્સને આધારકાર્ડ, પેનકાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર, પી.પી.ઓ. (PPO) તથા બેંક ખાતાની વિગતો સાથે લઈને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









