મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સુશાસન સપ્તાહ' અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઔર વર્કશોપ યોજાયો


SHARE









મોરબીમાં સુશાસન સપ્તાહ' અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઔર વર્કશોપ યોજાયો

મોરબી કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર તથા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તહ' અંતર્ગત 'પ્રશાસન ગાંવ કી ઔર' વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓને પ્રજા લક્ષી અભિગમ કેળવી લોકકલ્યાણની કામગીરીને પ્રાથમિકતા આપવા જણાવવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર તથા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી તંત્રને નિયમિત કામગીરીમાં સાચા અર્થમાં જાહેર સેવક બની સુશાસનને કામગીરીનો ભાગ બનાવવા, ટીમ વર્ક થકી લોક કલ્યાણની ભાવના સાથે ગ્રામ્ય વિસ્તારોના ગરીબો, વંચિતો અને જરૂરિયાત મંદને મુખ્ય પ્રવાહમાં લાવવા શક્ય તમામ પ્રયાસ કરવા અને તેમના ઉત્થાન માટે યોજનાઓની સાચી અમલવારી થાય તે પ્રકારનું માળખું ગોઠવવા જણાવ્યું હતું. આ વર્કશોપમાં શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી કચેરી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય વિભાગે તેમના દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી તથા યોજનાઓની અમલવારી વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપી હતી. આ વર્કશોપમાં ડેપ્યુટી કલેકટર ઉમંગ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.




Latest News