મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શાહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ


SHARE











ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ

ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ૩ સંચાલક, ૪ રસોઈયા તથા ૫ મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના સ્થાનિક ઉમેદવારોએ મામલતદાર ટંકારા, મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી ટંકારાના સરનામે ૩૦/૧૨/૨૦૨૫ સુધીમાં પોસ્ટ મરફતે બંધ કવરમાં પહોંચતું કરવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં,

આ ભરતી અન્વયે સંચાલક માટે સજનપર પ્રાથમિક શાળામાં ૧, ઉમિયાનગર પ્રાથમિક શાળામાં ૧  અને રાજાવડ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૩ સંચાલક, રસોઈયા માટે નેસડા (ખા. ) પ્રાથમિક શાળામાં ૧, ઉમિયાનગર પ્રાથમિક શાળામાં ૧, નવા વીરપર પ્રાથમિક શાળામાં ૧ તથા રાજાવડ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૪ રસોઈયા તેમજ મદદનીશ માટે નેસડા (સુ.) પ્રાથમિક શાળામાં ૧, ઘુનડા (ખા.) પ્રાથમિક શાળામાં ૧, નેસડા (ખા. ) પ્રાથમિક શાળામાં ૧, ગજડી પ્રાથમિક શાળામાં ૧ તથા દ્વારકાધીશ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૫ મદદનીશ જગ્યાઓ એમ કુલ ૧૨ કર્મચારીઓની ભરતી કરવાની છે. અને તેના માટે સરકારે નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત ઉમેદાવારમાં હોવી જોઈએ. અને ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટ બિલ), આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે. અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે અને મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. અને વધુ માહિતી માટે ટંકારા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા ટંકારા મામલતદારે જણાવ્યુ છે.






Latest News