ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
SHARE
મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મહાપાલિકાની રચના કરવામાં આવી તેને એક વર્ષ પૂરું થયું છે ત્યારે "મોરબી કોર્પોરેશન ડે" ની ઉજવણીનું આયોજન કર્યું હતું અને આ ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારે મહાપાલિકાની મુખ્ય બિલ્ડિંગ તેમજ શહેરની વિવિધ ક્લસ્ટર ઓફિસોમાં વ્યાપક પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને અંદાજે 550 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ દિવસની આ ઉજવણીથી સમગ્ર મોરબી જિલ્લામાં હરિયાળીમાં નોંધપાત્ર વધારો થશે. આ કાર્યક્રમમાં કમિશનર સ્વપ્રિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તેમજ મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.