મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે પલટી મારી ગયેલા ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરને લોકોએ બહાર કાઢીને જીવ બચાવ્યો


SHARE































ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે પલટી મારી ગયેલા ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરને લોકોએ બહાર કાઢીને જીવ બચાવ્યો

ટંકારા તાલુકાનાં જબલપુર ગામના પાટીયા પાસેથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર રોડ સાઇડમાં પલટી મારી ગયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ટ્રક ડ્રાઇવર ટ્રકની  કેબીનની અંદર ફસાઈ ગયો હતો જેથી રસ્તા ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક તેની મદદે દોડી ગયા હતા અને ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવમાં વાહનમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી જેથી બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયા પાસેથી ટ્રક નંબર જીજે 10 ટીવી 6655 પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ટ્રક પલટી મારી ગયો હતો અને અકસ્માતના આ બનાવમાં ટ્રકનો ડ્રાઇવર ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો જેથી રોડ ઉપરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોએ ત્યાં પોતાના વાહનો ઉભા રાખીને ટ્રકની કેબીનમાં ફસાઈ ગયેલ ડ્રાઇવરને બહાર કાઢવા માટેની કામગીરી કરી હતી અને ટ્રકના ડ્રાઇવરને બચાવી લઈને ઇજા પામેલા ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે અકસ્માતના આ બનાવમાં વાહનની અંદર મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે જો કે, કોઈ જાનહાની થયેલ નથી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News