મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબી બાર એસો. ના હોદેદારોનું કરાયું સન્માન
SHARE
મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબી બાર એસો. ના હોદેદારોનું કરાયું સન્માન
મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મોરબી બાર એસોસિયેશનના સતત ૮ મી વખત ચુંટણી જીતેલા પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા(જીતુભા), ઉપપ્રમુખ ચિરાગભાઈ કારીયા, સેક્રેટરી જીતેનભાઈ અગેચાણીયા, જો.સેક્રેટરી કાસમભાઈ ભોરિયા, કારોબારી સદસ્ય ઉદયસિંહ જાડેજાનું સ્વાગત સન્માન લાભ એસોસીએટ (કેયુરભાઇ પંડ્યા) ની ઓફીસ ખાતે કરવામા આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ તથા તપનભાઈ દવે, ઉપપ્રમુખ તથા પ્રભારી ધ્રુવકુમારસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઇ હુંબલ, મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરિયા, આઇટીએસએમ ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા અને નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું