મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબી બાર એસો. ના હોદેદારોનું કરાયું સન્માન
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો
SHARE
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો
શહેરના સુવિખ્યાત અને શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃતિઓમાં કાયમી અગ્રેસર એવા મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન ગત રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. અને કાર્યક્ર્મ માટે ડો.ભાલોડીયા, બેચરભાઈ, વિનુભાઈ ભોરણીયા, અરુણભાઈ અને બિપીનભાઈ જેવા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ શાકોત્સવમાં ૨૦૦ કિલો રીંગણાનું શાક, ૧૪૦ કિલો બાજરાના રોટલા, ૮૦ કિલો ખીચડી-કઢી ભંડારી ગોવિન્દ સ્વરૂપદાસજી સ્વામી અને નીલકંઠસ્વામીજીના હસ્તે બનાવવામાં આવેલ જેનો ૧૫૦૦ ઉપરાંત ભક્તોએ લાભ લીધેલ હતો રાજકોટ ગુરુકુલ ખાતે યોજાનાર અમૃત મહોત્સવના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, નિર્ગુણજીવનદાસજી સ્વામી ઇત્યાદિ સંતોએ ભગવાનની કથાવાર્તાનો પણ લાભ આપેલ હતો