મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક-વચેટીયો ઝડપાયા
SHARE
મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક-વચેટીયો ઝડપાયા
મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરી ફજવતા કલર્કે ૭૫ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેથી કરીને અરજદાર દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કલાર્ક વતી લાંચ લેતા વચેટિયાને એસીબીની ટીમે રંગે હાથે પકડાયો હતો ત્યાર બાદ બંનેની ધરપકડ કરીને એસીબીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે હક્કિત છે ત્યારે અમદાવાદ એસીબીની ટીમે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક નિર્મલ જીલુભાઇ ખુંગલાને લાંચના કેસમાં ઝડપી લીધેલ છે અને આ કલાર્કે ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું જે લાંચની રકમ ટીંબડી પાટિયા પાસે આવેલ અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,૨,૩ ની આગળ કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી કરીને પોલીસે રંગે હાથે તે બંનેને ઝડપી લીધા હતા અને તેને મોરબી એસીબી પોલીસ સ્ટેશને લઈને આવીને ગુનો નોંધવા આગળની કાર્યવાહી કરવામાં આવી છે આ રેડ અમદાવાદ એસીબીનાં પીઆઇ કે.વાય.વ્યાસ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી.