મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક-વચેટીયો ઝડપાયા
વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભગવદ્ જ્ઞાનયજ્ઞ મોક્ષકથાનો પ્રારંભ
SHARE
વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભગવદ્ જ્ઞાનયજ્ઞ મોક્ષકથાનો પ્રારંભ
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં કોરોના મહામારી દરમ્યાન અવસાન પામેલા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભગવદ્ જ્ઞાનયજ્ઞ "મોક્ષકથા"નો સોમવારે ભવ્ય પોથીયાત્રા સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શહેરનાં ગઢની રાંગ પાસે આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા તા. ૨૦ થી ૨૭ ડિસે. દરમ્યાન બપોરે ૩:૩૦ થી ૬:૩૦ મોક્ષકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેરમાં કોરોનાકાળ દરમ્યાન અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં જેઓના મોક્ષ અર્થે આ ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.પ્રસિધ્ધ વક્તા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી (ઝૂંડાળાવાળા-હાલ રાજકોટ) નાં વ્યાસાસને કથાનો સોમવારે ભવ્ય પોથીયાત્રા સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.પોથીયાત્રામાં માથે "પોથીજી" સાથે બહોળી સંખ્યામાં બહેનો ઉમટયા હતાં.પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ, આપા જાલા જગ્યાનાં કોઠારી મગનીરામ બાપુ સહિતનાં અગ્રણીઓ હસ્તે દીપપ્રાગટય કરી શાસ્ત્રી અનિલ પ્રસાદજીનું શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન ભરતભાઈ જોષી પરિવાર દ્વારા પોથીજીની પૂજન વિધિ, આરતી કરાઈ હતી તથા વાંકાનેરમાં કોરોના મહામારીમાં અવસાન પામેલ તમામ સદ્તોની તસ્વીરોનું પૂજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સ્વજનોની યાદમાં અનેક પરિવારજનોની આંખો ભીની થઈ હતી, પત્રકારો મૂકેશભાઈ પંડયા, હિતેશભાઈ રાચ્છ સહિત ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતાં, કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે, સમગ્ર આયોજન સફળ બનાવવા હરેશભાઈ ત્રિવેદી (બબુભાઈ), વિનેશભાઈ મિયાત્રા સહિત સમિતિનાં તમામ સભ્યો દ્વારા અથાગ જહેમત ઉઠાવવામાં આવી હતી.