મોરબી નજીક કારખાનાના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા થવાથી યુવાન સારવારમાં
Morbi Today
મોરબીમાં રહેતી પરિણીતાને ફોટો-વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી: મહેસાણાના શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં રહેતી પરિણીતાને ફોટો-વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી: મહેસાણાના શખ્સ સામે ગુનો નોંધાયો
મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને તેના ફોટો-વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી આટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન ઉપર ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબી સિટી વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ હાલમાં મહેસાણાના પીલુડા ગામે રહેતા હર્ષ ભરતભાઈ પ્રજાપતિ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, છેલ્લા દોઢેક વર્ષ જેટલા સમયથી ફરિયાદી મહિલાને વ્હોટ્સએપ મારફતે કોન્ટેક કરીને તેના ફોટો અને વિડિયો વાયરલ કરવાની હર્ષ પ્રજાપતિ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન ઉપર ગાળો આપવામાં આવે છે જેથી ભોગ બનેલ પરણીતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે.









