મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સગીરા સાથે અડપલા, ગુનો નોંધાતા તપાસ શરૂ
SHARE
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સગીરા સાથે અડપલા, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં કારખાનામાં કામકાજ માટે જતી સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા હતા.જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ પાકિસ્તાનના અને હાલ મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી કામકાજ કરવા માટે લાતી પ્લોટ વિસ્તારમાં જતી હતી. દરમ્યાનમાં બે માસ પહેલા બપોરના સમયે તે સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેની છાતીના ભાગે અડપલા કરી તેની છેડતી કરવામાં આવી હતી.જે અંગે ભોગ બનેલ સગીરાના ભાઈ દ્વારા દિલસાદ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા છેડતી પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને દિલસાદ નામના ઈસમને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતી માન કરાયા છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા શાંતાબેન સોમાભાઈ વરાણીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધા રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લેતા અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બંગલા પાસે રહેતા જુસબભાઈ કાદરભાઈ ભટ્ટી નામનો ૩૬ વર્ષનો યુવાન બાઈક લઈને રાજકોટ હાઇવે ઉપર લજાઇ તરફ જતો હતો ત્યારે રસ્તામાં એટોપ વેફર્સ નામ કારખાના નજીક તેના બાઇકની આડે અચાનક કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઈજા થતાં જુસબભાઈને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબીના રાજપર ગામેથી થોરાળા જતા રસ્તે હનુમાન મંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત થયેલા હિતેન્દ્રસિંહ ભીખુભા જાડેજા (૩૪) રહે.ખાનપરને અત્રે સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે વાંકાનેરના ખીજડીયા ગામના હાસમભાઈ સુલેમાનભાઈ લોલાડીયા (૫૩) નામના વૃદ્ધ મહાવીર સોસાયટીના ગેઈટ પાસે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.









