મોરબીના જેતપરથી દેવળીયા જવાના રસ્તે બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત થતાં આશાસ્પદ યુવાનનું મોત
મોરબી નજીક કારખાનાના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા થવાથી યુવાન સારવારમાં
SHARE
મોરબી નજીક કારખાનાના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા થવાથી યુવાન સારવારમાં
મોરબીના સાદુળકા ગામ પાસે આવેલ કારખાનામાં કન્વેયર બેલ્ટની સફાઈ કરતી વખતે બેલ્ટ ચાલુ થઈ ગયો હતો જેથી કરીને શ્રમિક યુવાનો હાથ તેમાં ફસાઈ ગયો હતો જેથી યુવાનને હાથમાં ગંભીર ઇજા થઈ હતી માટે તે યુવાનને સારવારમાં હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સાદૂળકા ગામ પાસે આવેલ લેમકા પેનલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સન્યુભાઈ મલજીભાઈ ભુરીયા (24) નામનો યુવાન કારખાનામાં બેલ્ટમાં સફાઈ કામ કરી રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણસર બેલ્ટ ચાલુ થઈ જવાના કારણે તે યુવાનનો હાથ તેમાં ફસાઈ ગયો હતો જેથી યુવાનને હાથમાં ગંભીર ઇજા થઈ હતી માટે તેને સારવારમાં હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની વિરલભાઈ અશોકભાઈ મીનપરા (27) રહે. અવધ હાઈટસ ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.