ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસેથી સગીરાનું અપહરણ


SHARE











મોરબીના જાંબુડીયા ગામ પાસેથી સગીરાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસેથી પરપ્રાંતીય પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ હોય હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઓરિસ્સાના અને હાલ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે રહીને મજૂરી કામ કરતા પરિવારની બારેક વર્ષની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ હોય અને ઘરમેળે શોધખોળ કરવા છતાં સગીરનો કોઈ પતો ન લાગતા ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.જેને પગલે પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઇસમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ એચ.એસ.તિવારી ચલાવી રહ્યા છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના રવાપર નદી ગામે રહેતા મંજુલાબેન મહિપતરામ નિમાવત નામના ૭૩ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા.ત્યારે બેલા ગામ પાસેના ખોખરા હનુમાન મંદિર પાસે બાઈકમાંથી પડી જતા સારવાર માટે અહીંની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા પરસોતમભાઈ ચતુરભાઈ લાલવાણી (ઉમર ૨૪) નામનો યુવાન નવલખી રોડ જેપુર ગામ પાસેથી જતો હતો ત્યાં વાહન અકસ્માતમાં ઈજા થતા ૧૦૮ વડે સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસે આવેલ ઇન્ડિકા સીરામીક નજીકથી બેભાન હાલકમાં મુકેશભાઈ લોધી નામના યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીની લીલાપર ચોકડી પાસે કાર ચાલકે હડફેટે લેતા શરીરના ભાગે ઇજા પામેલ હાલતમાં બાબુભાઈ (ઉંમર વર્ષ ૫૦) નામના આધેડને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ પડધરીના એસઆર પંપ પાસે વળાંકમાં બાઈકમાંથી પડી જતા બબલી ટેલુંભાઈ નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લવાયો હતો.

દાજી જતા સારવારમાં

હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા સુમિત્રાબેન કમલેશભાઈ નાયક નામના ૪૫ વર્ષના મહિલા ચૂલા ઉપર રસોઈ કામ કરતા હતા ત્યારે દાજી ગયા હોય હળવદ ખાતે સારવાર માટે લઈ જવા આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી નજીકના વીરપર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા બાલુભાઈ કિશનભાઇ બબેરીયા નામનો યુવાન ખેતરમાં દવા છાંટતો હતો ત્યારે અસર થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના થાન પાસેના એભેપર ગામે રહેતા પરિવારની અસ્મિતાબેન બચુભાઈ ઝેંઝરીયા નામની ૧૯ વર્ષીય યુવતી તેના ઘરે કોઈ કારણોસર દવા પી ગઈ હોય અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News