મોરબીની પંચાસર ચોકડી પાસે બે બાઈક અથડાતા ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં
મોરબીથી હૈદરાબાદ જવા નીકળેલો યુવાન ગુમ
SHARE
મોરબીથી હૈદરાબાદ જવા નીકળેલો યુવાન ગુમ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન એમેઝોન એક્સપ્રેસ કંપનીમાં કામ કરતો હોય કંપનીના કામે ઓડિટ માટે હૈદરાબાદ જવા નીકળ્યો હતો અને તે ગુમ થયો હોય તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં જીતબહાદુર રામલલિત શર્મા બ્રાહ્મણ (૫૬) રહે.વૃંદાવન પાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.કલોરીયા પાંડે તા.નગરબજાર જી.બસ્તી ઉત્તરપ્રદેશ એ પોલીસમાં જાણ કરી હતી કે તેમનો દીકરો અજય રામલલિત શર્મા (૨૭) રહે.ઉત્તરપ્રદેશ હાલ મોરબી તા.૯-૧૨ ના બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં તે અમદાવાદ એમેઝોન એક્સપ્રેસ કંપનીમાં નોકરી કરતો હોય મોરબીથી ઓડિટના કામ સબબ હૈદરાબાદ જવા માટે નીકળ્યો હતો. જોકે તે ત્યાં પહોંચ્યો ન હોય અને અજયનો ફોન સ્વીચ ઓફ આવતો હોય તેમજ હાલ તે ક્યાં છે ? કોની સાથે છે ? તે સહિતની તેઓને જાણ ન હોય તેઓ દ્વારા તેમનો યુવાન પુત્ર ગુમ થયો હોવા અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા ગુમશુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલા અજયભાઈ શર્માની શોધખોળ શરૂ કરી છે.
મારામારીમાં ઇજા
હળવદ તાલુકાના ચૂંપણી ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થતા ધનાભાઈ સવાભાઈ વાજલીયા (૨૧), વિઠ્ઠલભાઈ સવાભાઈ વાજલીયા (૨૨) તથા સંજયભાઈ સવાભાઈ વાજલીયા(૨૦) રહે. ત્રણેય માથક તા.હળવદને ઈજા થઈ હોય તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી-જામનગર હાઇવે ધ્રોલિયા ચોકડી પાસે ડબલ સવારી બાઇક અન્ય બાઇક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં મુકેશ જનકભાઈ ભુરીયા (૩૦) તથા કરણભાઈ ભુરીયા (૨૮) બંને રહે.મીતાણા તા.ટંકારાને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતો રાજેન્દ્રસિંહ ઉપેન્દ્રસિંહ ડોડીયા નામનો ૧૬ વર્ષનો યુવાન બાઇક પાછળ બેસીને જતો હતો તે સમયે ગામના તળાવ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા થઈ હોય તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લવાયો હતો.
વાંકાનેર અકસ્માત
વાંકાનેરના મહીકા ગામે પુલ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા રમેશભાઈ પરમાર (૩૫) રહે.વાંકાનેરને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી પોલીસે તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.









