વાંકાનેર: લગ્ન થતાં ન હોય ટેન્શનમાં આવી ગયેલ યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE
વાંકાનેર: લગ્ન થતાં ન હોય ટેન્શનમાં આવી ગયેલ યુવાને અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના લગ્ન થતાં ન હોય તે બાબતે યુવાનને મનમાં લાગી આવ્યું હતું જેથી યુવાન ટેન્શનમાં રહેતો હતો અને તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ સનસાઇન સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંદીપભાઈ નંદનભાઈ શર્મા (35) નામનો યુવાન તેના લેબર કવાર્ટરમાં હતો દરમિયાન તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનના લગ્ન થતાં ન હોય તે બાબતે તેને મનમાં લાગી આવ્યું હતું અને તે છેલ્લા ઘણા સમયથી ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.