મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન
મોરબીમાં મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ યોજાઇ
SHARE
મોરબીમાં મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ યોજાઇ
મોરબી મહાપાલિકા અગ્નિશમન શાખા દ્વારા એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફની સતર્કતા હેતુ હાઇડ્રન્ટ ડ્રિલ કરવામાં આવી હતી આ ઉપરાંત ૫ ઇન્ડસ્ટ્રીઝમાં માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને વધુ પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ છે. અને આ સમયમાં ૭ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરેલ છે. તેવું માહિતી મોરબી મહાપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવેલ છે.









