મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન
મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ, પાટીદાર વુમન્સ પાવર તેમજ શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા શનાળા રોડે આવેલ આદર્શ સોસાયટીમાં આદર્શ સ્કૂલ ખાતે તા. 6/2/2026 ના રોજ ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોઢાના કેન્સરનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. અને વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ 4 થી 5 હજાર જેટલો થતો હોય છે તે આ કેમ્પમાં તદ્દન ફ્રી કરવામાં આવશે. અને આ કેમ્પમાં ભાઈઓ અને બહેનો રજીસ્ટ્રેશન કરાવીને પોતાના સ્વાસ્થ્યને લગતા મોટા પડકારોનું વહેલાસર નિદાન કરાવી સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. આ એક દિવસના કેમ્પમાં માત્ર 100 વ્યક્તિઓ જ લાભ લઈ શકશે જેથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યુ છે અને આ સ્ક્રીનીંગ કેમ્પમા રજીસ્ટ્રેશન કરાવવા માટે કાજલબેન આદ્રોજા 9879532457), શોભનાબા ઝાલા (9979329837), આશાબેન ભાલોડીયા (9925245023), ડો. અંકિતા પટેલ (8141766804), મયુરીબેન કોટેચા (92759 51954), સાધનાબેન ઘોડાસરા (79842 61599), મનીષાબેન ગણાત્રા (82382 82420) અને હીનાબેન પરમાર (98259 30156)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.









