મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 41 નવદંપતિ લગ્નગ્રંથીએ જોડાયા
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ૨૯ મીએ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે
SHARE
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ૨૯ મીએ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે
મોરબી જિલ્લા સેવા સદન ખાતે આગામી તા.૨૯/૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાયર અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લાના વિકાસને વેગ આપવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા વિકાસકામોની દરખાસ્તોને બહાલી, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી દરખાસ્તો મંજૂર કરી વંચિત વિસ્તારોના વિકાસ પર ભાર મૂકવો સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલા આયોજનના કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે તથા સંસદસભ્ય વિસ્તાર વિકાસ હેઠળના વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ ના કામોની પણ સમીક્ષા કરવામાં આવશે.









