મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ૨૯ મીએ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે
મોરબીમાંથી 10 માહિનામાં 2,287 ઢોરને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મુકાયા
SHARE
મોરબીમાંથી 10 માહિનામાં 2,287 ઢોરને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મુકાયા
મોરબીના લોકોને રજડતા ઢોરને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત છેલ્લા 10 માહિનામાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 2,287 ઢોરને પકડેલ છે. અને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં ઢોરને મૂકવામાં આવેલ છે. તેવી માહિતી મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છે.
મોરબી મહાપાલિકામાં રજડતા ધોરણે પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તે દરમ્યાન માર્ચ 2025 થી 20 જાન્યુઆરી 2026 સુધીમાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 2,287 ઢોરને પકડેલ છે. અને વિવિધ વિસ્તારમાંથી રખડતાં ઢોરને પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત ઢોર પકડ શાખા દ્વારા 181 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. અને 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવેલ છે આ ઉપરાંત 32 નાગરિકોના પેટડોગ રજીસ્ટ્રેશન કરેલ છે. અને પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ મળીને 1360 પશુઓનું આરએફઆઈડી તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. અને આરએફઆઈડી તથા ટેગિંગની કામગીરી આગામી સમયમાં યથાવત રહેશે.









