મોરબીમાંથી 10 માહિનામાં 2,287 ઢોરને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મુકાયા
હળવદમાં તંત્ર દ્વારા દુકાનો પાસે કરવામાં આવેલ રોડની સાઈડના ઓટલા-છાપરા તોડી પાડ્યા
SHARE
હળવદમાં તંત્ર દ્વારા દુકાનો પાસે કરવામાં આવેલ રોડની સાઈડના ઓટલા-છાપરા તોડી પાડ્યા
હળવદમાં સરા ચોકડી સહિતના વિસ્તારમાં દુકાનો પાસે રોડની સાઈડમાં વેપારીઓ દ્વારા ઓટલા અને છાપરાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. અને ત્યારે કાચા-પાકા દબાણો તોડી નાખવામાં આવ્યા હતા અને રોડની આજુબાજુની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી અને આવી જ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામા આવશે.
હળવદમાં રોડ સાઈડમાં કરવામાં આવેલ દબાણોને દૂર કરવા માટે મામલતદારની હાજરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે સારા ચોકડી અને હાઇવે રોડ ઉપર બંને બાજુએ પોતાની દુકાન પાસે કરવામાં આવેલ ઓટલા અને છાપરા તોડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉલેખનીય છેકે, હળવદમાં રોડ સાઇડમાં દબાણ કરનારા 150 જેટલા વેપારીઓને અગાઉથી જ નોટીસ આપવામાં આવી હતી અને હવે દબાણો તોડવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવેલ હતો.









