હળવદમાં તંત્ર દ્વારા દુકાનો પાસે કરવામાં આવેલ રોડની સાઈડના ઓટલા-છાપરા તોડી પાડ્યા
મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ 64.327 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા
SHARE
મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ 64.327 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા
મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન રંગોત્સવ વગેરે પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરવામાં આવે છે એવી જ રીતે બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લબળતા હોય, લટકતા હોય, રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ડોકામાં ઈજા પહોંચતી હોય છે.
પતંગના દોરાના લીધે ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે જેથી કરીને શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથી 64.327 કિલો જેટલા દોરા એકત્ર કર્યો હતો આ કામગીરી રસ્તે જતા લોકોને દોરાઓથી નુકસાન ન થાય તે માટે કરી હતી. અને એકત્ર કરેલા આ બધા દોરા માઁ જીવદયા ગ્રૂપ ને અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ માઁ જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને ધન્યવાદ આપ્યા હતા.









