મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ 64.327 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા
ટંકારા વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નં.- ૭ ની ખરાઈ વગર મતદારના નામ કમી કરશે તો કોર્ટ કાર્યવાહી કરવાની આપના આગેવાનની ચીમકી
SHARE
ટંકારા વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નં.- ૭ ની ખરાઈ વગર મતદારના નામ કમી કરશે તો કોર્ટ કાર્યવાહી કરવાની આપના આગેવાનની ચીમકી
ટંકારા વિધાનસભા બેઠકમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હક્ક, દવા તેમજ વાંધા અરજી ફોર્મ નંબર- ૭ ની ખરાઈ તેમજ ખોટા ભરાયેલા ફોર્મ બાબત આમ આદમી પાર્ટીના આગેવાને નાયબ કલેકટર અને મતદાર નોધણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે. અને જો યોગ્ય ખરાઈ કર્યા વગર મતદારોના નામ કમી કરવામાં આવશે તો કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ ૬૬- ટંકારા વિધાન સભા મતદાર વિભાગના નાયબ કલેકટર અને મતદાર નોધણી અધિકારીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મતદાર યાદી સુધારણાના કાર્યકર્મમાં આવલે ફ્રોમ નંબર -૭ માં ઘણા ફોર્મ ખોટી રીતે રજુ કરવામાં આવેલ છે તેવી માહિતી ન્યુઝ પેપરમાં આવેલ છે. જેથી કરીને આવી રીતે આવેલ ફોર્મ નંબર- ૭ રજુ કરનાર કોણ છે. ? કોણે કેટલા ફોર્મ રજુ કરેલ છે ? આમાં ખોટા ફોર્મ નંબર- ૭ રજુ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. તેમજ યોગ્ય ખરાઈ કર્યા વગર જો નામ કમી કરવામાં આવશે તો જેતે ફોર્મ નંબર- ૭ રજુ કરનાર વ્યક્તિ તેમજ બીએલઓ સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરીશું. અને સ્થાનિક લોકોને સાથે રાખીને અંદોલન પણ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.