ટંકારાના હમીરપર ગામે વાડીએ રહેતા સગીરે ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું
SHARE
ટંકારાના હમીરપર ગામે વાડીએ રહેતા સગીરે ઝેરી દવા પીને કર્યો આપઘાત
ટંકારા તાલુકાના હમીરપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના સગીર બાળકે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક સગીરના બહેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હમીરપર ગામની સીમમાં નરેશભાઈ ચીકાણીની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારોનો ભદુભાઈ ખુમસિંહ મોર્યા (16) નામનો સગીર બાળક કોઈપણ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક સગીરના બહેન ગિરધિબેન ખુમસિંહ મોર્યા (25) રહે. હાલ હમીરપર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને સગીર બાળકે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ આર.એન.કંઝારિયા ચલાવી રહ્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક બાળક અને તેની બહેન વાડીએ રહીને મજૂરી કામ કરતાં હતા અને તેનો ભાઈ બીજી વાડીએ રહીને ત્યાં કામ કરતો હતો અને મૃતક બાળકના માતા પિતા તેના વતનમાં રહે છે.
ફિનાઇલ પી લીધું
મોરબીમાં ગ્રીન ચોક પાસે રહેતા હેમલબેન મિલનભાઈ ભટ્ટ (31) નામની મહિલાએ વીસીપરા સ્મશાન પાસે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે