ટંકારાના હમીરપર ગામે વાડીએ રહેતા સગીરે ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું
વાંકાનેરના કણકોટ ગામે વાડીએ શોર્ટ લાગતાં 13 વર્ષના બાળકનું મોત
SHARE
વાંકાનેરના કણકોટ ગામે વાડીએ શોર્ટ લાગતાં 13 વર્ષના બાળકનું મોત
વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના 13 વર્ષના બાળકને કોઈપણ કારણોસર શોર્ટ સર્કિટથી શોર્ટ લાગ્યો હતો. જેથી તે બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ બાળકના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક બાળકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ એમપીના આલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામે રહેતા અને મજૂરી કામ કરતા લીમસિંહ રેમસિંહ માવી (55)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં અલાઉદીનભાઈ બાદીની વાડી સુરેશભાઈ ઉર્ફે સુરકાભાઈ સારદિયાએ ભાગવી રાખેલ છે અને ત્યાં તેનો દીકરો ભદુ લીમસિંહ માવી (13) ગયો હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે ભદુ માવીનું શોર્ટ લાગવાના લીધે મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે રહેતા વિક્રમભાઈ રામજીભાઈ લોદરીયા (39) નામનો યુવાન મોરબીના સામા કાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ પાસે હતો ત્યારે કાર નંબર જીજે 36 1021 ના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે