વાંકાનેરના કણકોટ ગામે વાડીએ શોર્ટ લાગતાં 13 વર્ષના બાળકનું મોત
મોરબીમાં બાવળની ડાળી સાથે ચુંદડી બાંધીને સગીરાએ જીવન ટુકાવ્યું
SHARE
મોરબીમાં બાવળની ડાળી સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને સગીરાનો આપઘાત
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ઝૂંપડામાં રહેતા પરિવારની સગીર દીકરીએ કોઈપણ કારણોસર ઝૂંપડા પાસે બાવળના ઝાડ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે સગીરાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં દલવાડી સર્કલથી આગળના ભાગમાં આવેલ પાવઠાની વાડી નજીક કપિલા હનુમાન મંદિર પાસે ઝૂંપડામાં રહેતા કલીયાભાઈ વસુનિયા નામના યુવાનની 13 વર્ષની દીકરી સમીરાબેન વસુનીયાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઝુંપડા પાસે બાવળની ડાળીમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર.જાડેજા ચલાવી રહ્યા છે
વરલી જુગાર
માળીયા મીયાણામાં મોટી બજાર પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અયુબભાઈ ઉમરભાઈ સામતાણી (32) રહે. માળીયા મીયાણા વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 450 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.









