મોરબીના શક્તિ ચેમ્બર પાસે રોડ ક્રોસ કરતા આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
નવતર પ્રયોગ: મોરબી જીલ્લામાં હેલ્મેટ પહેરીને નીકળેલા બાઇક ચાલકનું સન્માન, ન પહેરાનારને દંડ નહીં હેલ્મેટ આપતા એસપી મુકેશકુમાર પટેલ
SHARE
નવતર પ્રયોગ: મોરબી જીલ્લામાં હેલ્મેટ પહેરીને નીકળેલા બાઇક ચાલકનું સન્માન, ન પહેરાનારને દંડ નહીં હેલ્મેટ આપતા એસપી મુકેશકુમાર પટેલ
મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર હેલ્મેટ પહેર્યા વગર બાઈક લઈને નીકળતા વાહનચાલકોને એસપીની હાજરીમાં હેલ્મેટ આપવામાં આવ્યા હતા અને જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેઓને ફૂલ આપીને પોલીસ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તેના માટેનો એક નવતર પ્રયોગ કર્યો છે.
સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુ નો આંકડો દર વર્ષે સતત વધી રહ્યો છે ત્યારે અકસ્માતોમાં માનવ મૃત્યુની સંખ્યા ઘટે તેના માટે થઈને ટ્રાફિક અવેરનેસના જુદા જુદા કાર્યક્રમો યોજાતા હોય છે તેવામાં આજે મોરબી વાંકાનેર વચ્ચે પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી જે.એમ.આલ સહિતના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે હાઇવે રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહેલા વાહન ચાલકોને જાગૃત કરવા માટેનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો અને ત્યાં રસ્તા ઉપરથી હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા વાહન ચાલકોને દાતા પ્રભુભાઈ ભુત (ભાજપના આગેવાન)ના સહયોગથી પોલીસ વિભાગ દ્વારા 100 જેટલા હેલ્મેટ આપવામાં આવ્યા હતા અને નિયમિત રીતે હેલ્મેટ પહેરવા માટે તે લોકોને ટકોર કરવામાં આવી હતી તે ઉપરાંત જે બાઈક ચાલકો નેશનલ હાઈવે રોડ ઉપરથી હેલ્મેટ પહેરીને પોતાનું વાહન લઇને નીકળ્યા હતા તેઓને એસપી સહિતના અધિકારીઓ દ્વારા ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં પરંતુ કેટલાક વાહન ચાલકોની નંબર પ્લેટ ન હોવાથી તેમજ રોંગ સાઈડમાં બાઈક લઈને નીકળ્યા હોવાથી તેઓને પોલીસ વિભાગ દ્વારા દંડ પણ કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે વાહન ચાલકોને એસપી સહિતના અધિકારીઓ દ્વારા ટકોર કરવામાં આવી છે.









