મોરબી મહાપાલિકાની ટીમે રોડ સાઈડના દબાણ દૂર કરાયા
SHARE
મોરબી મહાપાલિકાની ટીમે રોડ સાઈડના દબાણ દૂર કરાયા
મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાએ મોરબી મનપાની હદ વિસ્તારમાં આવતા વિસ્તારોમાથી અનધિકૃત રીતે કરવામાં આવેલા દબાણો દૂર કર્યા હતા. જે અંતર્ગત મોરબીના શનાળા રોડ, મહેન્દ્રનગર ગામ, જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દુર કરવાની કામગીરી દબાણ શાખાએ કામગીરી કરી હતી.
મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા અનધિકૃત કરેલ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મોરબી મનપામાં સમાવિષ્ટ થતા સરદારબાગથી ઉમિયા સર્કલ, ગેંડા સર્કલ થી મહેન્દ્રનગર ગામ, નેહરુ ગેટ થી જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મનપા ની એસ્ટેટ અને દબાણ શાખાએ 22 અનધિકૃત દબાણ દૂર કરી સમગ્ર રોડને ખુલ્લો કર્યો હતો. આ રોડ પર દબાણ કરતા લોકો સમક્ષ દંડ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મનપાએ અંદાજિત 8700 જેટલી રકમ અનધિકૃત દબાણ કરનાર પાસેથી વસૂલ કર્યો હતો. આ કામગીરીથી આ વિસ્તારમાંથી પસાર થતાં રાહદારીઓ અડચણ મુક્ત વાહન વ્યવહાર કરી શકશે. વધુમાં મોરબી મહાપાલિકાની દબાણ શાખા દ્વારા રવાપર રોડથી લીલાપર ચોકડી, GIDC રોડ તેમજ સ્વાગત ચોકડીથી રવાપર ગામ તરફ ગેરકાયદેસર હોડિંગ/ કિઓસ્ક દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 60 કીઓસ્ક અને 10 હોડિંગ્સ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેવી માહિતી અધિકારી આપેલ છે.