મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતમાં ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે મારમાર્યો મોરબીનાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાએ ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા


SHARE











મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હોય પોલીસે 33,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ ભારતપરા મફતીયપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા (19) અને પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાણીયા (28) રહે. બંને આઈટીઆઈની પાછળ ઘુટુ તેમજ અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા (20) રહે. ભિમસર ગંજીવાડા વેજીટેબલ રોડ મોરબી વાળા જુગાર રમતા વળી આવતા પોલીસે તેની પાસેથી 33,200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

યુવાન સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા દેવકણભાઈ નરસીભાઈ ચાવડા (41) નામનો યુવાનો બાઇકમાં રવાપર રોડ ઉપર મંદિર પાસેથી જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ટીકડા ખાઈ લીધા

મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા કિશનભાઇ નવનીતભાઈ ઝાલરીયા નામના વ્યક્તિએ ઘરે ટીકડા ખાઈ લીધા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મહાદેવના મંદિર પાસેથી બાઈકમાં બેસીને શિવાભાઈ નાનજીભાઈ ડાભી (72) નામના વૃદ્ધ જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે






Latest News