મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા
મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ
SHARE
મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સના કબજા વાળા ખંડેર મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 36 બોટલો તેમજ 24 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 24,480 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વજેપર શેરી નંબર 11 માં ભુપેન્દ્ર વાઘેલાના કબજા ભોગવટા વાળા ખંઢેર મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 બોટલો તેમજ 24 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 24,480 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભૂપેન્દ્ર જયસુખભાઈ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોમાઈ ડેરીની પાસે મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વૃદ્ધ સારવારમાં
મોરબીની અવની ચોકડી પાસે આવેલ ધ્રુવ પેલેસની પાછળના ભાગમાં સદગુરુ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ચંદુભાઈ બચુભાઈ પટેલ (65) નામના વૃદ્ધ અવની ચોકડી પાસેથી બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જવાને કારણે તેમને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
યુવાન સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા યુનુસભાઈ હાજીભાઈ કટિયા (30) નામના યુવાને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે