મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ
માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો
SHARE
માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો
માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે મોડેલ સ્કૂલ અને રત્નમણી પ્રા. શાળાના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર પર્વ ઉજવાયો હતો ત્યારે પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને જોઈને મહેમાનો તેમજ ગ્રામજનો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ શાળાના કાર્યક્રમમાં સ્થાનિક તેમજ અન્ય ગામના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળાના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય બી.એન.વિડજા તેમજ સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.