મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર અને મોરબી વિસ્તારમાં દારૂની ત્રણ રેડમાં 14 બોટલ દારૂ તથા 10 બિયરના ટીન ઝડપાયા


SHARE







વાંકાનેર અને મોરબી વિસ્તારમાં દારૂની ત્રણ રેડમાં 14 બોટલ દારૂ તથા 10 બિયરના ટીન ઝડપાયા

વાંકાનેર શહેરના મિલ પ્લોટ ડબલ ચાલી વિસ્તારમા રહેણાંક મકાનના આંગણામાં દારૂની રેડ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે મોરબીમાં નરસંગ ટેકરી મંદિરની પાછળના ભાગમાં આવેલ મકાનમાં દારૂની રેડ કરતા ત્યાંથી દારૂની નાની સાત બોટલ મળી આવી હતી જ્યારે લાલપર નજીકથી દારૂની એક બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો

વાંકાનેર મિલ પ્લોટ ડબલ ચાલીમાં રહેતા રાજેશભાઈ કોરડીયાના રહેણાંક મકાનના આંગણામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 6 બોટલો તથા 10 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 8,800 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ કાનજીભાઈ કોરડીયા (45) રહે. ડબલ ચાલી મીલ પ્લોટ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો આરોપીનો દીકરો શ્રવણ ઉર્ફે મોટો રાજેશભાઈ કોરડીયા લાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંનેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઓનેસ્ટ હોટલની પાછળ દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ સાથે પ્રકાશભાઈ કનુભાઈ ભોજક (19) રહે. ગોલા બજાર જુલતાપુલ પાસે મોરબી વાળો મળી આવતા પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

7 ચપલા ઝડપાયા, આરોપીની શોધખોળ

મોરબીમાં મેઘાણીની વાડી નરસંગ ટેકરી પાછળના ભાગે રહેતા અનિલભાઈ ડાભીના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની સાત બોટલ મળી આવતા પોલીસે 1260 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં અનિલભાઈ માવજીભાઈ ડાભી રહે. મેઘાણીની વાડી નરસંગ ટેકરી પાછળ મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News