મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ


SHARE









મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ

મોરબીના હાલ માવતરના ઘરે રહેતી અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને તેના પતિ સહિત સાસરિયાંઓ દ્વારા કરિયાવર સહિતની બાબતોમાં હેરાન પરેશાન કરીને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેણે મોરબી જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં પતિ સહિત કુલ 6 લોકોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી ખાતે માવતરના ઘરે રહેતા અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેતલબેન જયકિશનભાઇ રાઠોડ (35)એ હાલમાં તેના પતિ જયકિશનભાઇ ભાણજીભાઈ રાઠોડ, સસરા ભાણજીભાઈ શીવાભાઈ રાઠોડ, સાસુ જયાબેન ભાણજીભાઈ રાઠોડ, દિયર ઉપેન્દ્રભાઈ ભાણજીભાઈ રાઠોડ, નણંદ દીપિકાબેન હરેશભાઈ પરમાર અને નણદોઈ હરેશભાઈ ગણેશભાઈ પરમાર ની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે અને કરિયાવર બાબતે તેને હેરાન પરેશાન કરી મેણા ટોણા મારતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ તેના પતિ દ્વારા મારકુટ કરવામાં આવતી હતી જેથી સાસરિયા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઅને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News