મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત


SHARE













હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ગોલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપર આગળ જઈ રહેલા ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ તમારી બાઇક સ્લીપ થયું હતું અને ત્યારે પાછળ બેઠેલા યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર તેના છાતી અને માથાના ભાગ ઉપરથી ફરી જતા તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં બાઈક ચાલક સામે મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં અરવિંદભાઈ માણાવદરિયાની વાડીમાં રહીને મજૂરી કામ કરતા દીનાબેન રેસલીયાભાઈ ભીલ (42) એ હાલમાં બાઈક નંબર જીજે 13 કે કે 8178 ના ચાલક અજીતભાઈ સુરેશભાઈ ધાણક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેના જણાવ્યું છે કે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ગોલાસણ રોડ ઉપર આરોપી અજીતભાઈ ધાણક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકમાં પાછળના ભાગે ફરિયાદીના પતિ રેશલીયાભાઈ કલસિંહ ભીલ બેઠેલા હતા અને આગળ જઈ રહેલા ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે આરોપીનું બાઈક સ્લીપ થયું હતું અને ત્યારે ફરિયાદીના પતિ રસ્તા ઉપર નીચે પટકાતા તેના છાતીના ભાગ ઉપરથી ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર ફરી જવાના કારણે છાતી તથા માથાના ભાગે ગંભીર થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News