મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ મોરબીના સાપર ગામ નજીક દુકાને મુકેલા સીસીટીવી કેમેરાનો વેપારીએ વ્યૂ ન બદલતા સીસીટીવી કેમેરા જ તોડી નાખ્યા ! હળવદની સરા ચોકડી પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 35 અબોલજીવ ભરેલું આઇસર પકડ્યું: ગુનો નોંધાયો મોરબીમાં મોબાઇલ ફોનમાં લુડો ગેમ ઉપર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા


SHARE













વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા

વાંકાનેરના ભેરડા ગામની સીમમાં આવેલ બેલા પથ્થરની ખાણના લેબર ક્વાર્ટરની અંદર કેબલ પટ્ટી વાયર રાખવામાં આવ્યો હતો જેમાંથી 800 મીટર વાયર તથા સ્ટાર્ટર નંગ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 1,94,400 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં ચોરાઉ 54 કિલો કોપર સાથે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે.

વાંકાનેરની પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા (42)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેરના ભેરડા ગામની સીમમાં ગુરુકૃપા મિનરલ્સ નામે બેલા પથ્થરનો પ્લાન્ટ આવેલ છે અને ત્યાં લેબર ક્વાર્ટરની અંદર 6 એમએમ પટ્ટી કેબલ વાયર રાખવામાં આવ્યો હતો દરમિયાન ગત તા. 6/ના સાંજના 5 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 8:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા લેબર કવાર્ટરના તાળા તોડીને ત્યાં અંદર પ્રવેશ કરીને 800 મીટર જેટલો કેબલ વાયર જેની કિંમત 1,86,400 તથા પાવર પ્લાન્ટના સ્ટાર્ટર 8 નંગ જેની કિંમત 8000 રૂપિયા આમ કુલ મળીને 1,94,400 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જે પોલીસે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી.

હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એલ.એ. ભરગા સહિતની ટિમ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન હાલમાં પોલીસે આરોપી વાસુદેવભાઈ રમેશભાઈ દેગામા (23) રહે. મકનસર વાદીપરા મોરબી, મનજીભાઈ ઉર્ફે શક્તિભાઈ મંગાભાઈ થરેશા (30) રહે. મકનસર પોલીસ ચોકી પાછળ મોરબી, કનૈયાલાલ મગનાલાલજી રેગર રહે. હાલ સરતાનપર રોડ મોટો ચોકડી પાસે તાલુકો વાંકાનેર અને ભેરૂલાલ માંગુલાલ ગુર્જર (55) રહે. ઢુવા ચોકડી રામદેવ હોટલ પાછળ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી બાળી નાખેલ તેમજ તાંબાના વાયરના ગુચળા આમ કુલ મળીને 54 કિલો તાંબાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી તાલુકા પોલીસી દ્વારા હાથ ધરવામાં આવી છે.




Latest News