મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે
મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આગામી તા. 4 ફેબ્રુઆરીને બુધવારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા “સુખી જીવન કા સાર સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરાયું છે. અને આ કાર્યક્રમ સાંજે 4:00 થી 7:30 વાગ્યા દરમ્યાન યોજાશે જેમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) વિશેષ આકર્ષણ હશે. જ્યારે સાંજે 5 કલાકે દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. જેથી કરીને આ કાર્યક્રમમાં મોરબીવાસીઓને આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.