મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં મનપાની ઢોર પકડ ટીમે પકડેલી ગાયને છોડવી જવા માટે બે શખ્સોએ કરી માથાકૂટ: જાનથી મારી નાખવાની આપી ધમકી


SHARE







મોરબીમાં મનપાની ઢોર પકડ ટીમે પકડેલી ગાયને છોડવી જવા માટે બે શખ્સોએ કરી માથાકૂટ: જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબી મહાપાલિકાની ઢોર પકડવા માટેની ટીમ દ્વારા ખાખરેચી દરવાજા પાસે રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે બે શખ્સો ત્યાં આવ્યા હતા અને મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને તેઓને ગાળો આપી હતી તેમજ ધક્કો મારીને પકડાયેલ ઢોરને છોડાવી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહાપાલિકાના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનારા બંને શખ્સોની સામે કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માળીયા તાલુકાના મોટાભેલા ગામના રહેવાસી અને મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેકર્મચારી તરીકે શહેરમાં રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી કરતા વિપુલભાઈ લખમણભાઇ છૈયા (29) હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ દેવાભાઈ રહે. ભરવાડ શેરી મોરબી તથા વિજયભાઈ મયાભાઈ રાતડીયા રહે. ભરવાડ શેરી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 9/1 ના રોજ સવારે 9:45 વાગ્યાના અરસામાં મોરબીના ખાખરેચી દરવાજા પાસે રખડતા ઢોરને પકડવા માટેની ફરિયાદી તથા અન્ય સાહેદો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન ત્યાં ગાયને પકડવામાં આવી હતી ત્યારે બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ રાજુભાઈ દેવાભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે વિજયભાઈ રાતડીયાએ ફરિયાદીને ધક્કો મારીને પકડાયેલ ઢોરને છોડાવી જઈને મહાપાલિકાના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી હાલમાં મહાપાલિકાના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News