મોરબીના કૈલાસનગરમાં મંજૂરી વગર ચાલતા 11 મકાનનું બાંધકામોને સીલ કરતી મહાપાલિકા
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી યોજાઇ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર ફોકસ
SHARE
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી યોજાઇ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર ફોકસ
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના નેતૃત્વમાં મિટિંગ યોજાય હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલ, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી, મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા, ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન સોરીયા, વાંકાનેર તાલુકા પ્રમુખ શાકિબ શેરસીયા, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશ રાજપરા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા એસસીએસટી સેલ પ્રમુખ દિપકભાઈ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન તથા મોરબી જિલ્લા કોંગ્રેસ તથા મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના હોદેદારો તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.કારોબારી મિટિંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાઓ વધુને વધારે ભાગ લે, યુવક કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવું અને દરેક વોર્ડ તથા ગામડે ખાટલા બેઠક કરીને યુવાનોને જાગૃત કરવા જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા