મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા ધમાકેદાર એન્યુઅલ કાર્યક્રમ તરંગ 4.0 યોજાયો


SHARE







મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા ધમાકેદાર એન્યુઅલ કાર્યક્રમ તરંગ 4.0 યોજાયો

મોરબી નામાંકિત નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ તરંગ 4.0મહેમાનો, માતાપિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમની ખાસ વિશેષતાએ રહી કે તેમાં માત્ર બાળકો નહીં પરંતુ માતાપિતાઓએ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો અને પેરેન્ટ્સની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમમાં લાગણી, ઉત્સાહ અને પરિવારભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. બાળક અને પેરેન્ટ એકસાથે મંચ પર દેખાતા ક્ષણોએ કાર્યક્રમને વધુ યાદગાર અને ભાવનાત્મક બનાવી દીધો હતો. નાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલા નૃત્ય, સંગીત અને અભિનય સાથે પેરેન્ટ્સની હાજરી અને સહભાગિતાએ દર્શકો તરફથી ઉમળકાભરી તાલીઓ મેળવી. મંચ પર બાળકોનો આત્મવિશ્વાસ અને પેરેન્ટ્સનો ઉત્સાહ શાળાના સંસ્કારસભર વાતાવરણનો જીવંત દાખલો બન્યો હતો.

આ પ્રસંગે શાળાના પ્રમુખ પી.ડી. કાંજીયાજણાવ્યું હતું કે, જ્યારે માતાપિતા શિક્ષણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને છે, ત્યારે બાળકનો આત્મવિશ્વાસ અને વિકાસ અનેક ગણો વધે છે. તરંગ 4.0 એ બાળકો, પેરેન્ટ્સ અને શિક્ષકો વચ્ચેના સુંદર સમન્વયને દર્શાવ્યો છે.તેમણે સમગ્ર સ્ટાફની નિષ્ઠા, આયોજન ક્ષમતા અને ટીમવર્કની પ્રશંસા કરી. ઉપસ્થિત મહેમાનો તથા પેરેન્ટ્સ દ્વારા પણ કાર્યક્રમની ઉદાર પ્રશંસા કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડિયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સદસ્યઓ, મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, સંચાલક યોગેશભાઈ ઘેટીયા, નક્ષત્ર હોસ્પિટલના ડો. મહેન્દ્રભાઈ ફેફર ઉપસ્થિત રહ્યા હતા.






Latest News