મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ નજીક વાડીએ ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના નવા સાદુળકા ગામ નજીક વાડીએ ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ નજીક આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ પાસે હરીપર કેરાળાના માર્ગ ઉપર આવેલ શિવલાલભાઈ મગનભાઈની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો પતલીયા ગમલા રાઠવા (43) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને દિલીપભાઈ પાંચોટિયા રહે. મોરબી વાળા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે

વૃધ્ધ સારવારમાં

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સામાભાઈ સીદાભાઈ ભડાણીયા (72) નામના વૃદ્ધ દેરાળાથી વાકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાલી ગામ નજીક બાઇકમાંથી કોઈ કારણોસર પડી જતા તેઓને ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે






Latest News