મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં કારમાંથી બિયરના ટીન મળ્યા: 3 લાખથી વધુના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE































મોરબીમાં કારમાંથી બિયરના ટીન મળ્યા: 3 લાખથી વધુના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં કાર પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને બીયર અને કાર સહિત કુલ મળીને 3,00,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લુક્સ ફર્નિચર પાસેથી કાર પસાર થઈ રહી હતી જેને રોકીને તેમાં બેઠેકા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલ હતો. ત્યારે સ્વિફ્ટ કાર નંબર જીજે 36 એએલ 3047 માંથી બિયરના બે ટીન મળી આવતા 240 ની કિંમતના બિયર તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,00,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી જાવેદભાઈ ઇસ્માઈલભાઈ માટલી (33) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બિયરના ટીન તેણે રફીક ઉર્ફે બાડો જામ રહે. લાતી પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યા હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

કચ્છ જિલ્લાના સામખયારી ખાતે રહેતો યોગેશ હિંમતભાઈ જોશી (21) નામનો યુવાન સામખયારીમાંથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે












Latest News