મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત

મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નીચેથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો અને યુવાન રસ્તા ઉપર નીચે ટકાતા તેના ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર માથા ઉપરથી ફરી ગયું હતું જેથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના ચોક પાસે રહેતા અકબરભાઈ હાજીભાઈ મોવર (35)ટ્રક નંબર જીજે 10 ઝેડ 7453 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી તેમનો ભત્રીજો નિઝામ રહીમભાઈ મોવર (26) રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન ટ્રકના ચાલકે ફરિયાદીના ભત્રીજાને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર ફરી જવાના કારણે માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી નિજામનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને સંતાનોમાં બે દીકરીઓ છે જો કે, અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજતા બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ભેખડની વાડી વિસ્તારમાં રહેતો વિનોદભાઇ મોહનભાઈ પરમાર નામનો ૪૪ વર્ષનો યુવાન રાજકોટ આજીડેમ નજીક હતો ત્યાં બ્રિજ નજીક રીક્ષા સાથે અકસ્માત બનાવમાં ઈજા થઈ હોય તેને અત્રે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના માળિયા તાલુકાના સરવડ ગામે થયેલ મારામારીમાં ઇજાઓ થયેલ હોય કિશોર દેવાંશભાઈ લોખીલ (૩૫) રહે.મોટા દહીંસરા તા.માળીયા મિંયાણાને સારવાર માટે અત્રે સિવિલે ખસેડાયો હતો.  મોરબીના હળવદ પાસે આવેલા ચરાડવા ગામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવવામાં શંકર ગણેશભાઈ ચાવડા (૬૪) અને મગનભાઈ નથુભાઈ ચાવડા (૬૩) રહે.બંને ચરડવાને ઇજા થયેલ હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવા આવ્યા હતા.






Latest News