મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની બહેન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ મળીને બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે મહીલા સહીત બે લોકોની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

હાલમાં તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની ૧૧ વર્ષની સગીર દીકરીનું મોરબી તાલુકાના લક્ષ્મીનગર પાસેના રોટરીનગર વિસ્તારમાં રહેતો અજય ભાંખોડિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો.ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેથી સગીરાની બહેન દ્રારા અજય ભંખોડીયા તેમજ મનિષાબેન અનિલભાઈ વાલેરા રહે.અમદાવાદ સામે ગુનો નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલે ગુનો નોંધીને સગીરવયની દીકરીના અપરણના બનાવની ગંભીરતાના પગલે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.અને તાત્કાલિક આ બનાવમાં સંડોવાયેલ અજય નરસીભાઇ ભંખોડીયા (૨૦) રહે.રોટરીનગર લક્ષ્મીનગર ગામની પાસે માળિયા હાઇવે તા.મોરબી તથા મનીષાબેન અનિલભાઈ કાળુભાઈ વાલેરા (૩૨) ધંધો કેટરિંગ કામ રહે. 'શક્તિ' સુન્દરમનગર સોસાયટી મોતીપુરા શાહવાડી નારોલ અમદાવાદ મૂળ રહે.હનુમાન મંદિર પાસે અંકેવાળીયા તા.લીમડી જી.સુરેન્દ્રનગરની આ બાબતે ધરપકડ કરી હતી અને બંને વિરુદ્ધ ધોરણસરની આગળની તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન ભવાનભાઈ મારૂ નામના ૮૩ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં વાહન સ્લીપ થતાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે માળિયાના મેઘપર ગામે રહેતા શારદાબેન મૂળુભાઈ ખાભરા નામના ૫૩ વર્ષના વૃદ્ધા ગામ પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થઈ ગયેલ હોય તેમને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયાના જાજાસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં રાજુભાઈ બાજુભાઈ કોળી (૪૬) રહે.રાસંગપરને ઈજા થઈ હોય તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના અણીયારી ટોલનાકા પાસે ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગયો હતો.જે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વિનોદભાઈ છેલ્લાભાઈ વાંઝા (૨૪) રહે.તિલકનગર ટંકારાને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના સરંભડા ગામના ભીમાભાઇ મહાદેવભાઇ બાવળીયા નામનો ૩૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હળવદના સુંદરી ભવાની ગામ પાસે તેનું વાહન સ્લીપ થયું હોય ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના જમાતખાના પાસે રહેતા પ્રવીણભાઈ રતિભાઈ પરમાર નામના ૫૮ વર્ષના આધેડને ફેફસાની બીમારી હોય અને બીમારી સબબ તેમને અત્રે સારવાર માટે લાવવામાં આવેલ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.જ્યારે મોરબીના રામકો વિલેજ નજીક રહેતા દિનેશભાઈ ત્રિભોવનભાઈ ગોરીયા નામના ૫૧ વર્ષના આધેડ કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેમને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ શારદાબેન થોભણભાઈ દલસાણીયા નામના ૬૩ વર્ષના વૃદ્ધા બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થયેલ હોય તે બનાવમાં ઈજા પામ્યા હોય તેમને પણ સારવાર માટે લઇ જવાયા હોવાથી પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. 






Latest News