મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત


SHARE













મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ લાલપર ગામ નજીક આવેલ રિયલ પ્લાઝા કોમ્પલેસમાં પોતાની ઓફિસેથી પોતાનું બાઈક લઈને ઘર તરફ જવા માટે થઈને નીકળ્યા હતા દરમિયાન સર્વીસ રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ઠોકર મારી હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ લગધીરનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ ગોકુલ મથુરા સોસાયટી ગુંજન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 902 માં રહેતા રજનીશભાઈ ચતુરભાઈ દેત્રોજા (50)એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા તેઓના ભાઈ સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (55) મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક રિઅલ પ્લાઝામાં આવેલી તેઓની ઓફિસેથી પોતાના ઘર તરફ પરત આવવા માટે થઈને નીકળ્યા હતા અને તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 એફઆર 0630 લઈને સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લાલપર ગામ નજીક આવેલ એસબીઆઇ બેન્ક સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ સુરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં રંભાબેન જીવાભાઇ નામના મહિલાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સતિષભાઈ રમેશભાઈ (21) નામનો યુવાન બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના વાવડી રોડ પર આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા પ્રફુલચંદ્ર રતિલાલ પંડિત (76) નામના વૃદ્ધ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાજકોટ નાગરિક બેંક પાસે હતા ત્યારે ત્યાં અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં વૃદ્ધને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.






Latest News