ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ


SHARE







મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ભક્તિનગર-2 સોસાયટીમાં રાત્રિના સમયગાળા દરમિયાન વીજવાયર તૂટીને ઘર પાસે પાર્ક કરેલા વાહન ઉપર પડ્યો હતો જેથી કરીને ત્યાં મૂકવામાં આવેલા બાઇક અને સ્કૂટરની અંદર આગ લાગી હતી અને તે બંને વાહનો બળીને ખાખ થઈ ગયા છે મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં ભક્તિનગર-2 માં રહેતા ભાવેશભાઈ થરેસા પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓના ઘરની પાસે તેમણે બાઈક અને સ્કૂટરને રાત્રિ દરમિયાન પાર્ક કરીને મૂક્યા હતા અને રાત્રીના અંદાજે ત્રણેય વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે પીજીવીસીએલના થાંભલામાંથી સર્વિસ વાયર તૂટીને નીચે પડ્યો હતો અને ત્યારબાદ ત્યાં નીચે રાખવામાં આવેલા બાઇક અને સ્કૂટરમાં આગ લાગી હતી જેથી આ બંને વાહનો બળીને ખાખ થઈ ગયા છે આ બનાવની રાત્રીના સમયે પીજીવીસીએલમાં પણ જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો.






Latest News