પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ગામ નજીક સામેથી આવતા ટ્રકમાં બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







માળીયા (મી)ના મોટી બરાર ગામ નજીક સામેથી આવતા ટ્રકમાં બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

માળીયા (મી)ના કુંભારિયા ગામેથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે યુવાન જઇ રહ્યો હતો ત્યારે  મોટી બરાર ગામ પાસે હોટલની સામેના ભાગમાં સામેથી આવી રહેલા ટ્રકની આગળના ભાગે યુવાને તેનું બાઇક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેની મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં ટ્રક ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના કુંભારિયા ગામે કમાભાઈ પટેલની વાડીએ રહીને ત્યાં ખેતી કામ કરતો સંજય સુંદરસિંહ માવી (29) નામનો યુવાન બાઈક નંબર એમપી 69 ઝેડડી 2848 લઈને કુંભારીયા ગામથી લૂંટાવદર ગામે રહેતા તેના નાના ભાઈ જસુને લેવા માટે થઈને જઈ રહ્યો હતો દરમિયાન માળિયા તાલુકાના મોટી રાર ગામ નજીક આવેલ દેવનારાયણ હોટલ સામે રસ્તા ઉપરથી ટ્રક નંબર જીજે 12 એટી 5809 આવી રહ્યો હતો ત્યારે સંજય માવીએ તેનું બાઈક ટ્રકમાં બમ્પર તથા હેડલાઈટ પાસે અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો બનાવમાં સંજયને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તથા બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થતાં તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં ટ્રકના ચાલક નારાયણભાઈ પ્રહલાદરામ જાટ રહે. હાલ સામખીયારી મૂળ રહે. રાજસ્થાન વાળાની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના જૂના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો કારખાના સામે વરલી જુગારની જાહેરમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા સુનિલભાઈ ભરતભાઈ વરાણીયા (25) રહે. ત્રાજપર મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 130 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News