લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન


SHARE









માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન

માળીયા (મી)ના અંજીયાસર ગામની સીમમાં કારખાનાની બાજુમાં હાલમાં 765 કેવી લાકડીયા અમદાવાદ વીજ લાઈનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે દરમિયાન ત્યાંથી અજાણ્યા શખ્સ દ્વારા 4500 મીટર જેટલો એલ્યુમિનિયમનો વાયર જેની કિંમત 13.50 લાખ થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે તેમજ 6500 મીટર એલ્યુમિનિયમ વાયર, ઇન્સ્યુલેટર નંગ 12 અને સ્પેસર નંગ 35 તથા મેડિસિન્સ જોઈન્ટ નંગ 12 અને ડબલ આઈ સસ્પેન્શન ફીટીંગમાં 5 લાખ રૂપિયાની નુકસાની કરવામાં આવેલ છે જેથી કંપનીના કર્મચારી દ્વારા અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાસે રહેતા અને કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા આશુતોષભાઈ દિનેશભાઈ ભારતીય (25)એ અજાણ્યા શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અને નુકસાન બાબતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા તાલુકાના અંજિયાસર ગામની સીમમાં કેમિકલના કારખાનાની બાજુમાં પાવર ગ્રીડ 765 કેવી લાકડીયા અમદાવાદ વીજ લાઈનનું કામ તેઓની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સ્થળ ઉપરથી 4500 મીટર એલ્યુમિનિયમ વાયરની જેની કિંમત 13.50 લાખ થાય છે તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત 6500 મીટર એલ્યુમિનિયમ વાયર તેમજ ઇન્સ્યુલેટર 12 નંગ, સ્પેસર 35 નંગ, મેડિસિન્સ જોઈન્ટ 12 નંગ, ડબલ આઈ સસ્પેન્શન ફીટીંગ 3 નંગમાં નુકસાની કરેલ હોય કુલ મળીને 5 લાખથી વધુની નુકસાની થઈ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News