મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા


SHARE































મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા

મોરબીના લીલાપર રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો બાઈક લઈને ત્યાં આવ્યા હતા અને યુવાનના બાઈકની આડે બાઇક નાખીને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને મારી નાખવાના ઇરાદે પેટ, છાતી, વાંસા અને જમણા ગાલે નાકના ભાગે છરી મારીને ઇજા કરી હતી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા 3 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લીલાપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ (30)એ કાળા કલરના બાઈકમાં આવેલા 3 અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લીલાપર ઘુનડા રોડ ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટથી લીલાપર ગામની સીમમાં આવેલ ગાયત્રી સ્ટોન ભરડીયા તરફ જવાના રસ્તા ઉપરથી તે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં બાઈક લઈને આવ્યા હતા અને ફરિયાદીના બાઇકની આડે બાઈક નાખીને યુવાનને આંતરીને તેને રોકવામાં આવેલ હતો ત્યાર બાદ બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સો પૈકી લાલ કલરના શર્ટ વાળા શખ્સે યુવાનને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પેટ, છાતી, વાસા તથા જમણા ગાલે નાક ઉપર છરી ઘા માર્યા હતા અને બીજા બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News