મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસેથી 237 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ, આરોપીની શોધખોળ: 7.60 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના ઘૂટું ગામ પાસેથી 237 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ, આરોપીની શોધખોળ: 7.60 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે આવેલ વસંતવિહાર સોસાયટીમાં પાછળના ભાગે ખરાબાની જગ્યામાં દારૂ ભરેલી ઈકો ગાડી પડી હોવાની ચોક્કસ હકીકત એલસીબી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 237 બોટલ ભરેલ ઇકો ગાડી મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર મળીને 7,60,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રેઢી હાલતમાં કબજે કર્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો મોદીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં રહેતો મોઈન મહમદભાઈ જામ નામનો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળીને સફેદ કલરની ઇકો ગાડી નંબર જીજે 36 જે 5692 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો લવેલ છે અને ઘૂટું ગામ પાછળ આવેલ વસંતવિહાર સોસાયટીમાં પડતર જગ્યા પાસે ઇકો ગાડી રાખીને દારૂની હેરાફેરી કરવાની તૈયારીમાં છે જેથી મોરબી એલસીબીની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારે પડતર જગ્યામાંથી ઇકો ગાડી પડેલી જોવા મળી હતી જો કે, ત્યાં વાહન ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ હાજર મળી ન હતી. અને કારની પાછળની સીટમાં બોક્સની અંદર દારૂની બોટલો ભરેલી હોવાનું જોવા મળ્યું હતું જેથી પોલીસ દ્વારા કારને ચેક કરવામાં આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની મોટી 237 બોટલ મળી આવી હતી જેથી 2,60,700 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતની ઇકો ગાડી આમ કુલ મળીને 7,60,700 ની કિંમતનો મુદ્દામાલ રેઢી હાલતમાં મળી આવેલ હોય પોલીસે તેને કબજે કર્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોઈન મહમદભાઈ જામ રહે. મચ્છી પીઠ મોરબી તથા અન્ય એક શખ્સ અને તપાસમાં ખુલે તે આરોપીઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના ચરડવા ગામે હરેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં ગોરધનભાઈ દિલીપભાઈ નાયક (30) નામના યુવાને કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી અસર થતાં સારવારમાં

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે રજનીભાઈની વાડીએ દવા છાંટવાનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન સુરસિંગ રતનભાઇ ડાવર (35)ને ઝેરી અસર થવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News